BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ડિલિમિટેશન બાદ લોકસભા કેટલી બદલાઈ જશે?
મોદી સરકારે લોકસભામાં ડિલિમિટેશન બિલ રજૂ કર્યું છે જેની પર સંસદનાં બંને ગૃહોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઈરાન યુદ્ધને કારણે દુનિયામાં મંદી આવી શકે છે, IMFએ કઈ ચેતવણી આપી?
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે, જો ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ચાલુ રહેશે અને ઊર્જાની કિંમતોના ભાવમાં વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ વધશે. કયા દેશોને તેની અસર પડશે?
સંસદમાં ડિલિમિટેશન બિલ રજૂ કરાયું, કૉંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષનો સરકાર પર આરોપ
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત કરવાનો પણ પ્રસ્તાવ છે. જોકે મહિલા અનામતનો આ પ્રસ્તાવ 2023માં પસાર થયેલા નારીશક્તિ વંદન અધિનિયમ પર આધારિત છે જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, પણ તેનો અમલ ભવિષ્યમાં થનારી વસ્તી ગણતરી અને ડિલિમિટેશન સાથે જોડવામાં આવ્યો હતો.
ડિલિમિટેશનની સામે તામિલનાડુના મુખ્ય મંત્રીએ કર્યો આ પ્રકારે વિરોધ? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ આદિવાસી–મુસ્લિમ સમાજો વચ્ચે મતભેદ વધશે?
ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આદિવાસી સમુદાયોને 'છૂટછાટ' અને મુસ્લિમ સમુદાય પર 'સંપૂર્ણ અમલ'થી સામાજિક સમાનતા, ભેદભાવ અને બંને સમાજો વચ્ચે 'ગેરસમજ' વધવાની ચર્ચા થઈ રહી છે.
ફારસી રાજાઓએ જ્યારે ગ્રીસ પર આક્રમણ કરીને નગરો તબાહ કર્યાં અને સિકંદરે 'બદલો' લીધો
પહેલા લેખમાં આપણે જોઈ ગયા કે યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી લંબાયેલા વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા પર્શિયન સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો અને તેના કયા મહાન રાજાઓએ કેવી રીતે રાજ કર્યું? આજે બીજા લેખમાં આપણે જોઈશું કે ફારસી રાજાઓએ ગ્રીસ પર કેવી રીતે આક્રમણ કર્યું અને સિકંદરે તેનો કેવી રીતે 'બદલો' લીધો?
અરવિંદ કેજરીવાલ અને જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા સાથે જોડાયેલો આખો મામલો શું છે?
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિના કેસની સુનાવણી કરી રહેલાં દિલ્હી હાઇકોર્ટનાં જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને કેસમાંથી હઠાવવા અપીલ કરી છે. સોમવારે આ મામલે મહત્ત્વની સુનાવણી થઈ હતી અને કેજરીવાલે પોતાનો પક્ષ જાતે જ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
'આ બધું એકાદ વર્ષથી કરી રહ્યો હતો', અનેક છોકરીઓના યૌનશોષણના વીડિયો વાઇરલ
પોલીસે અમરાવતી જિલ્લાના પાર્થવાડામાંથી 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે અનેક છોકરીઓનું શોષણ કર્યું હતું અને તેમના વીડિયો ઉતાર્યા હતા.
બિન-મુસ્લિમોના પ્રવેશની મનાઈ છતાં એક અંગ્રેજ મક્કામાં કેવી રીતે ઘૂસ્યો અને પછી શું થયું?
બર્ટનના નિધનના બીજા દિવસે, ઇઝાબેલ પતિના સ્ટડી રૂમમાં પ્રવેશ્યાં હતાં અને રૂઢિચુસ્ત વિક્ટોરિયન સમાજમાં પતિની છબિ ખરડાશે, તેવા ભયથી ઘણી હસ્તપ્રતો સળગાવી દીધી હતી.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
લોકસભાની બેઠકો વધારીને 850 કરવાનો અને 33% મહિલા અનામતનો પ્રસ્તાવ, આનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
કેન્દ્ર સરકારે મંગળવારે સાંસદોને મોકલવામાં આવેલા ત્રણ ડ્રાફ્ટ બિલમાં આ બે સીમાચિહ્નરૂપ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પહેલો, લોકસભાના સાંસદોની 543થી વધારીને મહત્તમ 850 કરવી અને બીજો, નીચલા ગૃહ તથા રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી. આ બિલ 16થી 18 એપ્રિલ દરમિયાન યોજનારા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ભારતમાં 2026નું ચોમાસું નબળું રહેવાની આગાહી પાછળ શું કારણ છે, ગુજરાતના ખેડૂતોએ શું સાવચેતી રાખવી પડશે?
ભારતીય હવામાન ખાતાએ તેનો વર્તારો જાહેર કર્યો તેના એક અઠવાડિયા પહેલાં એટલે કે 7 એપ્રિલના રોજ સ્કાયમેટ વેધર નામની ખાનગી હવામાન સંસ્થાએ પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 94 ટકા જ વરસાદ પડશે.
નાસિક : ટીસીએસ કંપનીમાં જાતીય શોષણ અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ, જાણો આખો મામલો
નાસિકસ્થિત ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ)ની આઠ મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, મહિલા કર્મચારીઓને ધમકી આપવામાં આવી હતી, તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 એફઆઇઆર દાખલ કરાઈ છે.
'ગમે તે થાય પુત્રને યુદ્ધમાં નહીં મોકલું', ઈરાનમાં માતા-પિતાની ચિંતા
યુદ્ધ હવે તેના મગજમાં ચાલી રહ્યું છે. જોરથી દરવાજો બંધ થવાના અવાજ કે વાસણ પડવાથી થતા ખખડાટથી પણ તે ચોંકીને ઊછળી પડે છે. યુદ્ધવિરામ પણ આ સ્થિતિને બદલી નથી શક્યો.
રાજકોટ ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે, પારો સતત ઊંચે કેમ રહે છે?
રાજકોટ શહેર છેલ્લા એકાદ મહિનાથી તેના હવામાનના કારણે ચર્ચામાં છે. રાજકોટમાં 11 માર્ચના રોજ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે દિવસનું આખા ભારતમાં તે સૌથી ઊંચું તાપમાન હતું. ત્યાર પછીના દિવસોમાં પણ રાજકોટ શહેરનું તાપમાન ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે.
'અમૃત ભરેલું અંતર જેનું...', આશા ભોંસલેએ જ્યારે એક જ વર્ષમાં 53 ગુજરાતી ગીત ગાયાં
આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે.
16 વર્ષનું સરમુખત્યાર શાસન, 'અમીરોની સરકાર' ને તોય એક જ દિવસમાં સત્તા જતી રહી
16 વર્ષનું બહુમતવાળું શાસન અને એ દરમિયાન પોતાની મરજી મુજબ પોતાના જ પક્ષને ફાયદો થાય એવા બંધારણીય સુધારા કર્યા. ગરીબ વધારે ગરીબ થયો અને અમીરોનાં ખિસ્સાં છલકાઈ ગયાં ને તોય એક દિવસ એવું શું થયું કે સરકાર ચાલી ગઈ?
એક મિસાઇલ અને ખેલ ખતમ, ઈરાન કઈ રીતે હોર્મુઝને કબજામાં રાખી શકે?
ભારતીય સમય મુજબ, સોમવારે સાંજથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી અમલમાં આવી ગઈ છે, જેના કારણે 40 દિવસથી કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. આઇઆરજીસીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેના બંદર ઉપરથી થતી જહાજોની અવરજવરને અટકાવવામાં આવશે, તો તેનાં ગંભીર પરિણામ આવશે.
અમેરિકાનું એ વિમાન જે પરમાણુ હુમલો થાય છતાં સતત સાત દિવસ સુધી ઊડી શકે છે
'પ્લેન ઑફ ડૂમ્સડે' એટલે કે 'પ્રલયના દિવસનું વિમાન' તરીકે જાણીતું આ વિમાન વાસ્તવમાં બોઇંગ ઇ-4B છે, જેની રચના ખરાખરીની કટોકટી માટે થઈ છે. ભારે કટોકટીના સમયમાં, અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સરકારના અન્ય વિભાગો સાથે વાતચીત કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































