જો તમારું ડાબું અથવા જમણું AirPod કામ ન કરતું હોય
જો એક AirPodમાંથી સાઉન્ડ ન આવતો હોય અથવા એક AirPod બીજા કરતાં વધારે અથવા ઓછો સાઉન્ડ આવતો હોય તો શું કરવું એ વિશે જાણો.
જો એક AirPodમાં બિલકુલ સાઉન્ડ ન આવતો હોય
ખાતરી કરો કે તમારું ચાર્જિંગ કેસ સંપૂર્ણપણે ચાર્જ કરેલું હોય. જો તમારો કેસ ચાર્જ થઈ રહ્યો નથી, તો આ પગલાં અજમાવો.
બન્ને AirPodsને તમારા ચાર્જિંગ કેસમાં મૂકો અને 30 સેકન્ડ સુધી ચાર્જ થવા દો.
ચાર્જિંગ કેસને તમારા iPhone અથવા iPadની નજીક ખોલો.

પ્રત્યેક AirPod ચાર્જ થઈ રહ્યાં છે તેની ખાતરી કરવા માટે તમારા iPhone અથવા iPad પર ચાર્જિંગનું સ્ટેટસ તપાસો.

કામ ન કરતા AirPodને યોગ્ય કાનમાં મૂકો.
બીજા AirPodને હજુ પણ ચાર્જિંગ કેસમાં જ રાખીને કેસનું લિડ બંધ કરો.
બરાબર રીતે કામ ન કરતા AirPodનું પરીક્ષણ કરવા માટે ઑડિયો વગાડો.
જે થાય તેના આધારે:
જો બરાબર કામ ન કરતા AirPodમાંથી સાઉન્ડ આવે તો બન્ને AirPods ચાર્જિંગ કેસમાં મૂકો, તેમને 30 સેકન્ડ સુધી ચાર્જ થવા દો, ચાર્જિંગ કેસના તમારા iPhone અથવા iPadની નજીક ખોલો અને હવે બન્ને બરાબર કામ કરે છે કે નહીં તે જેવા માટે પરીક્ષણ કરો.
જો કોઈ AirPod હજુ પણ કામ ન કરતું હોય તો તમારા AirPods રીસેટ કરો. જો તમે હમણાં જ AirPod બદલ્યો છે, તો તમારા બદલેલ AirPodને સેટ કરો.
જો એક AirPodમાંથી બીજા કરતાં વધારે અથવા ઓછો સાઉન્ડ આવતો હોય
જો તમારા ડાબા અથવા જમણા AirPodમાંથી કોઈ સાઉન્ડ ન આવતો હોય અથવા જો વૉલ્યૂમ ખૂબ જ ઓછો હોય:
તમારા AirPods ના ઇયર ટિપ્સ દૂર કરો જેથી દરેક AirPod પર માઇક્રોફોન અને સ્પીકરની જાળી તપાસી શકાય.

જો કોઈ કચરો હોય, તો તમારા AirPods અથવા તમારા AirPods Pro સાફ કરો.
સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > ઑડિયો વિઝ્યુઅલ > બૅલેન્સ પર જાઓ અને ખાતરી કરો કે બૅલેન્સ મધ્યમાં સેટ કરેલું હોય.